ગુજરાતી રંગભૂમિ પર સબળ ચંદ્રકાંત બક્ષીને સાકાર કરનારો આ કલાકાર એક સશક્ત અભિનેતા ઉપરાંત સાલસ સ્વભાવની વ્યક્તિ પણ છે.
સ્વબળે આગળ આવનારી વ્યક્તિમાં જે કશુંક કરી બતાવવાની ચાહ હોય છે એના કારણે એ વ્યક્તિ ધારે એટલી સફળતા પ્રાપ્ત કરી શકે છે. આવી જ એક વ્યક્તિ છે પ્રતીક ગાંધી. પ્રતીક ગુજરાતી રંગભૂમિના તોખાર છે. સશક્ત અભિનેતા અને પૅશનેટ વ્યક્તિ. તાજેતરમાં જ રજૂ થયેલા મનોજ શાહ દિગ્દર્શિત અને શિશિર રામાવત લિખિત હું ચંદ્રકાંત બક્ષી નામના નાટકમાં પ્રતીક ગાંધી પોતાના ઉત્કૃષ્ટ અભિનયના બળે દોઢ કલાક સુધી પ્રેક્ષકોને જકડી રાખે છે.
પ્રતીક કહે છે: ‘ગુજરાતી વાચકો ચંદ્રકાંત બક્ષીને સારી રીતે ઓળખે છે. આ આખાબોલા અને પ્રખર વિદ્વાન માણસને મારે સ્ટેજ પર જીવંત બનાવવા માટે ઘણી મહેનત કરવી પડી, પણ સાચ્ચું કહું, મને ખૂબ મજા આવી રહી છે આ પાત્ર ભજવવામાં.’
છએક મહિના પહેલાં જ્યારે મનોજ શાહ આ નાટક પર કામ કરી રહ્યા હતા ત્યારે પ્રતીકને ખબર પડી કે આ નાટકમાં બીજું કોઈ છે. પ્રતીક કહે છે:
‘મને ખબર પડી એટલે મેં એમને તરત ફોન કર્યો. એ મને કહે કે તને નહીં ફાવે, પણ પછી એવું કશુંક થયું, જેના કારણે મનોજભાઈનો મને સામેથી ફોન આવ્યો... ઍન્ડ હિયર આય ઍમ!’
ત્યાર બાદ પ્રતીક રોજ રાતે નવથી બાર રિહર્સલ કરતા અને સ્ક્રિપ્ટનું વાંચન એની જૉબ પર જવાના સમય દરમિયાન કરતા. તમને વિશ્વાસ નહીં આવે, પણ પ્રતીકે બક્ષીબાબુનું કશું જ વાંચ્યું નથી, કારણ કે પ્રતીકનું માનવું હતું કે જો એ વાંચશે તો પક્ષપાતી થઈ જશે.
પ્રતીક ગાંધીનો જો કે મનોજભાઈ શાહ સાથે કામ કરવાનો આ પહેલો અનુભવ નથી, છતાંય દર વખતે એમની સાથે કામ કરવાની જિજ્ઞાસાવૃત્તિ કોઈ નવોદિત કલાકારને હોય એવી જ પ્રતીકને અનુભવાય છે. કારણ સહજ છે... મનોજભાઈ ઍક્ટરને એટલી બધી ફ્રીડમ આપે છે કે તું જ નક્કી કર તારે શું કરવું છે?
આ પહેલાં પ્રતીક ગાંધીએ મનહર ગઢિયાના બૅનર હેઠળ બહોત નાચ્યો ગોપાલ નાટકમાં કૃષ્ણની ભૂમિકા ભજવી હતી અને નાટક ડિરેક્ટ પણ કર્યું હતું. પરેશ રાવલના અતિ પ્રચલિત હિંદી નાટક કિશન વર્સિસ કન્હૈયામાં પણ એમણે અભિનય કર્યો હતો. સૌમ્ય જોશીના નાટક અમે બધા સાથે તો દુનિયા લઈએ માથેમાં પ્રતીકના અભિનયને ટ્રાન્સમિડિયાનો બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટરનો એવૉર્ડ પણ મળ્યો હતો. આ ઉપરાંત, અમર ફળ, અપૂર્વ અવસર, ગુજરાતની અસ્મિતા, વગેરે પ્રયોગાત્મક ભૂમિકા પણ ભજવી છે.

મૂળ સુરતના, પણ છેલ્લાં નવ વર્ષથી મુંબઈમાં સ્થાયી થયેલા પ્રતીક ગાંધીનું બૅકગ્રાઉન્ડ કોઈ હિંદી ફિલ્મના સ્ટ્રગલિંગ ઍક્ટર જેવું જ છે. પ્રતીક ઘરમાં સૌથી મોટો પુત્ર. એનાં માતા-પિતા શિક્ષક. પરિણામે પહેલેથી જ પ્રતીકને શિસ્ત અને મહેનત ગળથૂથીમાં જ મળ્યાં. પ્રતીક કહે છે:
‘સ્કૂલ એટલે પૂરેપૂરી ધમાલ. નવ વર્ષનો હતો ત્યારથી જ નાટક કરતાં શીખી ગયેલો. એ વખતે અમારી સ્કૂલ જીવન ભારતીમાં ટીમ પાડવામાં આવતી. બાળકો જ એમાં નાટક લખે, ડિરેક્ટ કરે, ઍક્ટિંગ કરે એટલે તમામ અનુભવ મળે. ૧૩ વર્ષની ઉંમરે ફુલ લેન્થ નૃત્યનાટિકા કલ્લુ બલ્લુ ભજવી. મને ડાન્સ કરવો ખૂબ ગમે. કોઈ ટ્રેનિંગ નહોતી લીધી, પણ જાતે જ બધું શીખ્યો.’
આઠમા ધોરણ વખતે આઝાદીની ગૌરવગાથા નામના નાટકમાં નટખટ જયુ સાથે કામ કરવા મળ્યું. પરિણામે પ્રતીક એક મહિનાનાં રિહર્સલ દરમિયાન એમની પાસે ઘણું બધું શીખ્યો. દસમા ધોરણ પછી પ્રતીકનો નિર્ણય અડગ હતો. એમને એન્જિનિયરિંગમાં જવું હતું. પરિણામે સુરતમાં જ ડિપ્લોમા-મિકેનિકલ કર્યું. આમ ભણતાં ભણતાં જ સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનની ત્રિઅંકી નાટ્યસ્પર્ધામાં કશ્યપ જોશી-આશિયાના ગ્રુપ સાથે જોડાયા, જેમાં અરણ્યરુદન, અંતર વચ્ચે અંતર નાટક કર્યાં. આ બધામાં પ્રતીક ડાન્સ શો પણ કરતાં. નાટકમાં કામ પણ કરતાં અને ભણતાં પણ ખરા.
હવે પ્રતીકના જીવનમાં એક વળાંક આવ્યો. ડિપ્લોમા પૂરો કર્યા બાદ ડિગ્રી કરવામાં પ્રતીકને આર્થિક મુશ્કેલી નડી. પરિણામે પોતાની કૉલેજની ફી પોતે જ ભરશે એવું નક્કી કરી પ્રતીકે ઓળખીતામાં જ નોકરી લીધી. જૉબ હતી સેલ્સપર્સનની અને પગાર હતો પંદરસો રૂપિયા!
અગિયાર મહિનાની નોકરીમાં પ્રતીકને સારા-નરસા ઘણા અનુભવ થયા, પણ દરેક અનુભવમાંથી પ્રતીક કશુંક શીખ્યા. આ બધા વચ્ચે થિયેટરની પ્રવૃત્તિ ચાલુ જ રહી. પ્રતીક કહે છે:
‘હવે સુરતમાંથી ડિગ્રી કરવાનો મારો વિચાર લગભગ મરી જ પરવારેલો. એવામાં જ મને જલગાંવની સંજય ગાંધી કૉલેજમાં ડોનેશન વિના ઍડ્મિશન મળી ગયું, પ્રોડક્શન એન્જિનિયરિંગમાં. એ ચાર વર્ષમાં પણ રજાઓ દરમિયાન મેં અભિનય ચાલુ જ રાખેલો. અત્યારે વિચારું છું કે આ બધું હું કેવી રીતે કરતો, આઈ મીન, ઓહ ગૉડ... કેટલાં ગાંડા કાઢતો હતો આ બધું મૅનેજ કરવામાં!’
પ્રતીકને ડિસ્ટિંક્શન મળ્યું. રિઝલ્ટ લઈને પહેલાં એ મનહર ગઢિયાની ઑફિસમાં આવ્યા અને કહ્યું કે મારે ઍક્ટિંગ કરવી છે. કંઈક કરો મારી માટે... પ્રતીક જૂની યાદ તાજી કરતાં કહે છે:
‘કાજલ ગઢિયા મારા નાના ભાઈની મિત્ર એટલે મારી માટે તો આ પિતા અને પુત્રી જ તારણહાર બન્યાં. બન્નેએ કંઈક ને કંઈક વાતે મારી મદદ જ કરી છે અને હજી પણ ઘણી બધી વાર કરી રહ્યાં છે...’
શરૂઆતનાં મુંબઈનાં વર્ષોમાં ઍક્ટિંગક્ષેત્રે કશું જ વળ્યું નહીં એટલે પ્રતીકે નોકરી શોધવાની શરૂઆત કરી દીધી. સદભાગ્યે નૅશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલના પ્રોજેક્ટ બેઝડ્ કૉન્ટ્રાક્ટમાં પ્રતીકને જૉબ મળી. સાથે નાટકની પણ શઆત થઈ. પછી તો ફિરોઝ ભગતના નાટક આ પાર કે પેલે પારમાં કામ કર્યું. ફોરેન ટુર પણ કરી. એની જૉબ પ્રોજેક્ટ બેઝ્ડ હોવાથી પ્રતીકને પૂરતી સ્વતંત્રતા મળી રહેતી અને એ એના અભિનયક્ષેત્રને પ્રાધાન્ય આપી શકતાં.
છેવટે પ્રતીકને રિલાયન્સ ગ્રુપની ઑફર આવતાં એ અત્યારે ત્યાં જૉબ કરી રહ્યા છે. પ્રયોગાત્મક નાટકો સાથે કમર્શિયલ કામ પણ કરી રહ્યા છે. ચિત્રલેખા નાટ્યસ્પર્ધામાં પણ પ્રતીક અચૂક અભિનય કરે છે અને ઘણાં પ્રાઈઝ પણ મેળવી ચૂક્યા છે.
ભવિષ્યની યોજનામાં પ્રતીકને ફિલ્મોમાં કામ કરવું છે. સિરિયલો સારી મળશે તો કરશે. પ્રતીકની પત્ની ભાવિની પણ અચ્છી અભિનેત્રી છે. પ્રતીકનો એક જ મંત્ર અત્યાર સુધી રહ્યો છે: જે પણ કરીશ એ ક્વૉલિટી સાથે કરીશ, કારણ કે ક્વૉલિટીમાં કૉમ્પ્રોમાઈઝ મને ન પોસાય!