લાંબા લપસિંદરિયા લેખો ઘણી વખત ખાસ્સી પિષ્ટપિંજણને અંતે જે વાત ન કરી શકે એ ક્યારેક નાનકડી અછાંદસ કવિતામાં અત્યંત સચોટ રીતે કહેવાઈ જતી હોય છે. આકાશમાં હજારો ફીટની ઊંચાઈએ ઊડતાં વિમાનની હાજરીને જમીન પરનું રડાર એક ટપકાં સ્વરૂપે ઝીલીને એની હાજરીની સાક્ષી પૂરી દે એમ, મિત્ર મનન ભટ્ટની આ કવિતા ગુજરાતી લેખનવિશ્વમાં ચંદ્રકાંત બક્ષીનું સ્થાન શા માટે "ન ભૂતો ન ભવિષ્યતિ" જેવું અનન્ય છે તેના અવલોકનોને સંક્ષિપ્ત સ્વરૂપમાં સુપેરે ઝીલીને બખૂબી વ્યક્ત કરે છે:
હા,
મને ખબર છે,
ગુજરાતી સાહિત્યમાં બક્ષી સિવાય પણ લેખકો છે,
જેમણે ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ અથવા વૃદ્ધ કર્યું હશે,
પણ જેમ આઝાદીના લડવૈયામાં ગાંધીજી એકલા જ વધુ પૂજાય છે,
એમ
મારા સાહિત્ય મંદિરમાં બક્ષી જ વધુ પૂજાય છે...
મને બક્ષીપૂજક કહેવડાવવામાં ક્યારેય શરમ નથી આવતી
ગૌરવ લઉં છું,
બક્ષીના 'અંતિમો' સમજી શક્યો તો ખરો..
જે માણસનું ધ્રુવ વાક્ય જ 'દિલ ફાડી ને' હોય
એને આપણે,
દિલ ફાડી ને જ ચાહવો જોઈએ...
લોકોને અતિરેક લાગે કે ક્યારેક
બંધિયાર વિચારો લાગે ...
આમપણ બક્ષી ને ઓછુ ક્યાં ખપતું'તું જ...
બક્ષી વગર ગુજરાતી સાહિત્ય વામણું અને વાંઝણું લાગે...
Supperb.
ReplyDeleteThanks for all your work. Really enjoyed. My appetite for reading reached tipping point after reading Bakshi. Used to wait for Abhiyan and Samkalin for his article. I was fortune enough to attend his lecture on Secularism at Indian Merchant Chamber. It will be great if you can get script for the same and put it on this blog.
ReplyDeleteThanks and keep it up!
kharekhar c.k.bakshi gujarati sahitya premi chhe...... tenu lakhan dhardar, chotdar. vaividya purn, uttamkoti nu chhe.
ReplyDeleteખરેખર વાંચવા જેવો બ્લોગ... ગુજરાતી સાહિત્ય માં યોગદાન આપવું તથા અહી બ્લોગ પર ની બધી જ વાતો અને બધા જ પુસ્તકો ને જે રીતે આપે વર્ણવ્યું છે તે ખરેખર સરાહનીય છે. અહી હું આવા જ એક માર્ગ ને અનુસરી રહ્યો છું. યુવાન ની ભાષા માં જ એમના વિચારો ને સાચી દિશા માં લઇ જવાનો પ્રયત્ન કરી રહ્યો છું. હું ઈચ્છું કે આપનો સાથ સહકાર મળે. હું રાહુલ પ્રજાપતિ
ReplyDelete