ગુજરાતી ફિલ્મો ગુજરાત સરકારની દાસીઓ હતી. ઢગલેઢગલા ઈનામો, ગણ્યાં વીણાય નહીં, વીણ્યાં વીણાય નહીં એટલાં આપ્યાં. કચ્છી સંસ્થાઓ માધ્યમિક નિશાળમાં પરીક્ષામાં બેઠેલા દરેક કચ્છી બાળકને જેમ નોટબુકો આપે છે (આ અત્યંત સ્તુત્ય વાત છે) એમ જ ગુજરાત સરકારે ગુજરાતી ફિલમોના પચાસ વર્ષોથી નિશાળિયા રહેલા ફિલમી ઈલમીઓને ઈનામોમાં નવડાવી નાખ્યા. પણ પબ્લિક રૂઠી ગઈ, સાંવરિયા ને પાતળિયા અને સાહેબા ને વીરા ને બાવરિયા... બધાય વહ્યા ગયા. ગુજુ સિનેમાનો વેપલો જ બંધ થઈ ગયો. ઈમ ઈનામો આપ્યે ન ચાલે.
(વિવિધા--2, પૃ.23)
No comments:
Post a Comment