September 12, 2014

બે કાવ્યો: એક પૈસાદારના મૌત પર... અને કવિની વેદના

એક પૈસાદારના મૌત પર...

જૂન 1977માં મેં આ રમૂજી કવિતા લખી હતી.

કાવાદાવા
કાદાવલા વાદાકાવા
કાવા કાદાવા દાવાવાકા
દાકા વાદાકા વાકાવાદા
દાવા કાદા કાવા વાવા
વાવા વાવા વાવા વાવા, અને અંતે?
કા કા કા કા કા કા કા...
                                                            (સ્ટૉપર: પૃ.51) 

-----------------------------------------------------------

કવિની વેદના

કવિનો દોસ્ત મરી ગયો
કવિ ઘરમાં ચૂપ થઈ ગયો
કવિનો દોસ્ત મરી ગયો
કવિ ઘરની બહાર નીકળ્યો
કવિનો દોસ્ત મરી ગયો
કવિ શોકસભામાં માઈકની સામે રડ્યો
કવિનો દોસ્ત મરી ગયો
કવિ રવિવારે છાપાની કટારમાં રડ્યો
કવિનો દોસ્ત મરી ગયો
કવિ રેડિયો પર સાડા ચૌદ મિનિટ રડ્યો
કવિનો દોસ્ત મરી ગયો
કવિ ટીવી પર ઓગણત્રીસ મિનિટ રડ્યો
પછી ફ્લોર-મૅનેજરે કૅમેરાની સ્વિચ ઑફ કરી
અને કહ્યું: થૅન્ક યૂ!
હવે?
હવે કવિ ક્યાં રડશે?
કવિનો બીજો દોસ્ત ક્યારે મરશે?
કવિની વેદના કોણ સમજશે?

                                             (સ્ટૉપર: પૃ.52)

No comments:

Post a Comment