એક પ્રશ્ન મને ઘણી વાર પુછાયો છે : તમને આટલું બધું વાંચવા-લખવાનો ટાઈમ કેવી રીતે મળે છે?
ટાઈમ-મેનેજમેન્ટનો
મારો આદર્શ ગાંધીજી છે. ગાંધીજી પૃથ્વી પરના દરેક વિષય પર અભિપ્રાય આપી
શકતા હતા, વ્યક્તિગત પત્રોના ઉત્તરો આપતા હતા, એમની બકરીનો ખ્યાલ રાખતા
હતા, સરદાર અને નહેરુ સાથે દેશની ભીષણ સમસ્યાઓની ચર્ચા કરતા રહેતા હતા,
ઉપવાસ અને મૌનવાર તેમજ પ્રાર્થનાસભા બરાબર સમયસર સાચવી શકતા હતા, ચાલુ
ટ્રેને ડાબા અને જમણા હાથે બંને રીતે લખી શકતા હતા, ક્યારેય એમની રમૂજ ખોતા
ન હતા, બ્રહ્મચર્યથી બૉમ્બથી બનારસના મંદિર વિષે ચિંતા કરી શકતા હતા. એ 24
કલાક ખુલ્લું જીવન જીવતા હતા જેમાં પ્રાઈવસી કે ખાનગીપણું કંઈ જ ન હતું
અને એમણે હજારો પાનાં લખ્યાં છે, પ્રતિ સપ્તાહ "યંગ ઈન્ડિયા"થી "હરિજન"
સુધીનાં પત્રોનું દશકો સુધી સંપાદન કર્યું છે. ગાંધીજીને આટલો બધો ટાઈમ
કેવી રીતે મળતો હતો? ગાંધીજી ટાઈમ-મેનેજમેન્ટ ભણ્યા ન હતા, પણ
ટાઈમ-મેનેજમેન્ટવાળા ગાંધીજીમાંથી હવે ભણી રહ્યા છે!
ગમે તેવા તનાવની નીચે હસી શકવું એ મને લાગે છે કે ગાંધીજીના ટાઈમ-મેનેજમેન્ટની વિશેષતા હતી ! જો કે કેટલાક એમ પણ માને છે કે હસવામાં પણ ટાઈમ બગડે છે... !
ગમે તેવા તનાવની નીચે હસી શકવું એ મને લાગે છે કે ગાંધીજીના ટાઈમ-મેનેજમેન્ટની વિશેષતા હતી ! જો કે કેટલાક એમ પણ માને છે કે હસવામાં પણ ટાઈમ બગડે છે... !
(મેનેજમેન્ટ અને બિઝનેસ : પૃ. 1-2-4)
No comments:
Post a Comment