April 5, 2013

મનુષ્ય, ગુરુ, આચાર્ય, ભગવાન, ઓશો રજનીશ કહે છે....

યાદ રાખો હું કોઈ નેતા નથી, હું સંત નથી, હું મહાત્મા નથી. એ બધાની ટોળીમાં મારું કંઈ જ નથી. હું એક સામાન્ય માણસ છું: તમારા જેવો, મારા લોકો જેવો. જો આપણામાં કોઈ તફાવત છે તો એ બહુ જ મામૂલી છે. ફર્ક એ છે કે તમે સૂઈ રહ્યા છો અને હું જાગી રહ્યો છું.

*         *         *       *        *        *        *        *

હું આજે સુખી છું. હું આવતીકાલે પણ સુખી હોઈશ. ગમે તે બને મારા સુખને કોઈ અસર થતી નથી.

*         *         *       *        *        *        *        *

હું મારી પૂરી જિંદગી કોઈપણ આયોજન વિના જીવ્યો છું. હું એક ક્ષણથી બીજી ક્ષણ સુધી જીવું છું. આ જ મારા જીવનની ફિલસૂફી છે. ભૂતકાળની જેમ જીવવાનું નહીં, અને ભવિષ્યની યોજના બનાવવાની નહીં. ક્ષણ એ એક જ વાસ્તવ છે. ભૂતકાળ નથી, ભવિષ્ય હજી આવ્યું નથી.

*         *         *       *        *        *        *        * 


હું આયોજન કરતો નથી. કંઈક તો ઘટના ઘટવાની જ છે. જો હું જીવું છું તો કંઈક તો બનવાનું જ છે.

*         *         *       *        *        *        *        *


જંગલોમાં કોઈ પશુ સજાતીય નથી, પ્રાણીબાગમાં છે. પ્રાણીબાગમાં જ, અને જો માત્ર નરપશુઓ રખાયાં હોય અને માદાપશુઓ ન હોય તો નરપશુઓ સજાતીય બને છે. તમારી દુનિયા એક પ્રાણીબાગ છે.

*         *         *       *        *        *        *        * 


મને નફરત છે આ શબ્દોની: 'ભક્તિ અને વફાદારી.' આ બદસૂરત શબ્દો છે. આ શબ્દોથી બીજો માણસ નીચો થઈ જાય છે, એનું અપમાન થાય છે. હું દરેકનો એ રીતે જ આદર કરું છું જેવી રીતે હું મારો પોતાનો આદર કરું છું. તમે મને પ્રેમ સિવાય કંઈ જ કરી શકશો નહીં.

*         *         *       *        *        *        *        * 


મને ક્યારેય કોઈ ચીજની ખોટ લાગી નથી.


*         *         *       *        *        *        *        *  


મારી પાસે ખાનગી વાત નથી. હું ફક્ત બિનશરતી પ્રેમ કરું છું. હું વ્યક્તિઓને ગુલામ બનાવતો નથી.


*         *         *       *        *        *        *        *  


પ્રેમમાં સ્ત્રીઓનો માફિયા જેવો ભાવ છે. માટે એ ખરેખર ઝગઝગાટ લાગે છે. 

*         *         *       *        *        *        *        *   


હું બહુ જ સમૃદ્ધપ્રેમી, આળસુ, સગવડપ્રેમી માણસ છું અને મને આરામ મળે એવું બધું જ મને મળી ગયું છે...મેં કંઈ જ ખરીદ્યું નથી. એ અર્થમાં હું વિશ્વનો સૌથી ગરીબ માણસ છું. બાકી તો, હું સૌથી ધનિક છું.... 

*         *         *       *        *        *        *        *    


જ્યારે તમે લોકોને એકબીજાને ભેટતાં રોકો છો ત્યારે એકબીજાને સ્પર્શ કરવાનો એક જ માર્ગ રહી જાય છે: મારવાનો. આ જ પાયાનું મનોવિજ્ઞાન છે. 

*         *         *       *        *        *        *        *     


શિસ્ત મૂર્ખતા છે. જ્યારે તમે લોકોને પ્રેમ કરતાં રોકો છો ત્યારે પ્રેમની એ સંપૂર્ણ ઊર્જા નફરત બની જાય છે. નફરત પ્રેમથી જુદી વસ્તુ નથી. પ્રેમ જ્યારે માથા પર ઊભો થઈ જાય છે, પ્રેમ જ્યારે શીર્ષાસન કરે છે ત્યારે એ નફરત બની જાય છે.

*         *         *       *        *        *        *        *      


જીઝસ કહે છે કે: "ગરીબો પર આશીર્વાદ છે." આ બિલકુલ ખોટું છે. ગરીબો પર કોઈ આશીર્વાદ નથી. એ તો બિચારા શાપિત છે, વંચિત છે. પણ એમને રાહત થાય એ માટે જીઝસ કહે છે કે ગરીબો પર આશીર્વાદ છે.

*         *         *       *        *        *        *        *       


સ્ત્રીનું આખું શરીર વાસનાનું સરોવર છે. તમે ગમે ત્યાંથી એમાં રમી શકો છો. એ એક વિચિત્ર વાજિંત્ર છે... 

*         *         *       *        *        *        *        *        


પુરુષ સ્ત્રીનો ચહેરો જોઈને વિચારે છે કે ચહેરો ખૂબસૂરત છે. કારણ કે દાઢી નથી, મૂછ નથી. આ પુરુષ બેવકૂફ છે.

*         *         *       *        *        *        *        *         


હું હંમેશા ધર્મનો વિરોધી રહ્યો છું, ખાસ કરીને પ્રતિષ્ઠાનવાદી ધર્મ, સંસ્થાનવાદી ધર્મ. મને ધાર્મિકતા ગમે છે, ધર્મ નહીં. 

*         *         *       *        *        *        *        *          


હું માત્ર જીવનની મજા લૂંટી રહ્યો છું અને બીજાઓને એ મજા લૂંટવામાં સહાય કરી રહ્યો છું.


*         *         *       *        *        *        *        *          

મારી વિચારધારા ફક્ત અત્યંત બુદ્ધિમાનને જ સમજાશે. એ લોકો જે બધી જ રૂઢિઓ અને પરંપરાઓ અને કટ્ટરતાઓથી ત્રાસી ગયા છે અને એ લોકો જે મનુષ્યના પૂરા ઈતિહાસથી તંગ આવી ગયા છે. મારા લોકો બુદ્ધિમંત છે, પોતપોતાના ક્ષેત્રોમાં શ્રેષ્ઠ છે... 

ક્લોઝ-અપ:

સૂર્યનું અસ્તિત્વ ત્યાં સુધી જ છે જ્યાં સુધી હું જોઈ શકું છું. પૃથ્વીનું અસ્તિત્વ ત્યાં સુધી જ છે જ્યાં સુધી હું અનુભવી શકું છું....  

- ફિલસૂફ આલ્ફ્રેડ શોપેનહોવર 

(અભિયાન: ફેબ્રુઆરી 5, 1990)

(પુસ્તક: ક્રમ)

2 comments: