પ્રિય યુવા વાચક મિત્ર,
આપણે ક્યારેય મળ્યા નથી, કદાચ ક્યારેય મળીશું નહીં, પણ શબ્દ દ્વારા સતત મળતા રહ્યા છીએ અને મળતા રહીશું. તમે મને પૂછ્યું છે કે કઈ અંગ્રેજી ચોપડીઓ વાંચવી? તમે કઈ વાંચી છે? મને સલાહ આપશો. મારે કયા લેખકોને વાંચવા જોઈએ?
મેં થોડાંઘણાં અંગ્રેજી પુસ્તકો વાંચ્યા છે પણ એને લીધે મને સલાહ આપવાનો કોઈ હક નથી. ઘણાં પુસ્તકો મારી ઈચ્છા હોવા છતાં હું વાંચી શક્યો નથી, પુસ્તકો મળ્યાં નથી અથવા સમય મળ્યો નથી. પશ્ચિમમાં વિદ્વાનો 100 સર્વકાલીન મહાન પુસ્તકોની સૂચિ સમય-અસમય પ્રકટ કરતા રહે છે. આ સૂચિમાં વ્યક્તિનો સ્વભાવ, રુચિ, રસ, રુઝાન પ્રકટ થતાં રહે છે. આ જ સર્વોત્તમ નથી, પણ આ પુસ્તકો મને ગમ્યાં છે. હું મેં વાંચેલા પુસ્તકોમાંથી પસંદ કરીને 100 પુસ્તકોની સૂચિ આ સાથે તમારે માટે લખું છું (જેમાં બાઈબલ જેવો ગ્રંથ કે અરેબિયન નાઈટ્સ જેવું પુસ્તક આખું વાંચવાનો પ્રશ્ન ઉદભવતો નથી.) આ બધા મેં જીવનના જુદા જુદા કાળે વાંચ્યાં છે. આમાંનાં કેટલાંક આજે કદાચ ઉપલબ્ધ નહીં પણ હોય, અને આ સૂચિ પણ અંતિમ નથી. એ બદલાતી રહે છે, મારે ફક્ત એટલું જ કહેવાનું છે કે આ વાંચવાની મને મજા આવી છે, જ્ઞાન મળ્યું છે, વિશ્વ ખૂલ્યું છે. અને આ વાંચ્યા પછી હું એક નિષ્કર્ષ પર આવ્યો છું: 'વિશ્વમાં માત્ર શબ્દ જ જીવે છે અને જીવશે, અને શબ્દ સમયથી પર છે, અને સમયની ઉપર છે.'
આ સૂચિ માત્ર અંગ્રેજી પુસ્તકોની છે. મેં એમાં અંગ્રેજીમાં લખતા ભારતીય લેખકોને લીધા નથી. (ડૉ. રાધાકૃષ્ણન પણ નહીં). પ્રથમ પુસ્તકનું નામ છે, પછી લેખકનું:
1. Bible
2. Plutarch's Lives : Plutarch
3. Alice in Wonderland: Lewis Carroll
4. Siddharth : Harman Hesse
5. Doctor Zhivago: Boris Pasternak
6. Grey Wolf: H.C. Armstrong (આ મેં વાંચેલું પ્રથમ અંગ્રેજી પુસ્તક હતું.)
7. Mother: Maxim Gorky
8. On the Road: Jack Kerouac
9. Mademoiselle de Maupin Theophile Gautier
10. All Quiet on the Western Front: Erich Maria Remarque
11. Inside Europe: John Gunther
12. Inside Asia: John Gunther
13. The Prince: Niccolò Machiavelli
14. The Hive: Camilo Jose Cela
15. Vegabond: Colette
16. The Trial: Franz Kafka
17. A High Wind in Jamaica : Richard Hughes
18. Seven Years in Tibet: Heinrich Harrer
19. The Woman of Rome: Alberto Moravia
20. How to Stop Worrying and Start Living: Dale Carnegie
21. Vendetta: A Story of One Forgotten: Marie Corelli
22. Existentialism and Religious Belief: David E. Roberts
23. Garden of the Prophet: Kahlil Gibran
24. Rebecca: Daphne du Maurier
25. East Wind, West Wind: Pearl Buck
26. Yama: The Pit: Alexandra Kuprin
27. Man's Fate: André Malraux
28. Shadows on the Grass: Isak Dinesen
29. 1984: George Orwell
30. The Decameron: Giovanni Boccaccio
31. Les Miserables: Victor Hugo
32. Babbitt: Sinclair Lewis
33. Being and Nothingness: Jean Paul Sartre
34. Dialogues: Plato
35. Treasure Island: Robert Louis Stevenson
36. She: Henry Rider Haggard
37. Robinson Crusoe: Daniel Defoe
38. Uncle Tom's Cabin: Harriet Beecher Stowe
39. Brave New World: Aldus Huxley
40. Nightrunners of Bengal: John Masters
41. Last of the Just: Andre Schwarz-Bart
42. Peyton Place: Grace Metalious
43. Portraits from Memory: Bertrand Russell
44. The Confusions of Young Törless: Robert Musil
45. The Rise and Fall of the Third Reich: William L. Shirer
46. Dawn Comes Up Like Thunder Out of China: An Intimate Account of the Liberated Areas in China by Anna Louise Strong
47. Mogley Stories: Rudyard Kipling
48. Mein Kampf: Adolf Hitler
49. Cyrano de Bergerac: Edmond Rostand
50. If It Die: Andre Gide
51. Room at the Top: John Braine
52. Death of Ivan Illych and Other Stories: Leo Tolstoy
53. The Second Sex: Simone de Beauvoir
54. Ernest Hemingway (બધું જ સાહિત્ય વાંચવું જોઈએ)
55. Albert Camus (બધું જ સાહિત્ય વાંચવું જોઈએ)
56. Jean Pual Sartre (બધું જ સાહિત્ય વાંચવું જોઈએ)
57. The Wounds of Hunger: Luis Spota
58. Red and Black: Stendhal
59. The Stars Grew Pale: Karl Bjarnhof
60. Adventures of Sherlock Holmes: Arthur Conan Doyle
61. Gulliver's Travels: Jonathan Swift
62. Arabian Nights
63. The Count of Monte Cristo: Alexandre Dumas
64. No Longer Human: Osamu Dazai
65. ઓમર ખય્યામની રુબાઈયા
66. Twenty Thousand Leagues Under the Sea: Jules Verne
67. The Meditations: Marcus Aurelius
68. Madame Bovary: Gustave Flaubert
69. Lady Chatterley's Lover: D. H. Lawrence
70. Dubliners: James Joyce
71. Candide : Voltaire
72. War of the Worlds: H. G. Wales
73. George Bernard Shaw (બધું જ સાહિત્ય વાંચવું જોઈએ)
74. Oscar Wilde (બધું જ સાહિત્ય વાંચવું જોઈએ)
75. Red Star Over China: Edgar Snow
76. Modern African Poetry: Edited by: Gerald Moore and Ulli Beier
77. Complete Short Stories of Guy De maupassant
78. Duel in the Sun: Niven Busch
79. The Outsider: Colin Wilson
80. Rommel: Desmond Young
81. ઈસ્કિલસ (Aeschylus) (અહીં થોડા નાટ્યકારો છે. એમનું પ્રાપ્ય એટલું બધું જ વાંચવું જોઈએ)
82. સોફોક્લેસ (Sophocles) (બધું જ સાહિત્ય વાંચવું જોઈએ)
83. યુરીપીડીસ (Euripides) (બધું જ સાહિત્ય વાંચવું જોઈએ)
84. એરિસ્ટોફેનસ (Aristophanus) (બધું જ સાહિત્ય વાંચવું જોઈએ)
85. શેક્સપિયર (બધું જ સાહિત્ય વાંચવું જોઈએ)
86. હેનરિક ઈબ્સન (Henrik Ibsen) (બધું જ સાહિત્ય વાંચવું જોઈએ)
87. ઑગસ્ટ સ્ટ્રિન્ડબર્ગ (August Strindberg) (બધું જ સાહિત્ય વાંચવું જોઈએ)
88. ચે ગુવેરાની ડાયરી (Che Guevara)
89. Anton Chekhov (બધું જ સાહિત્ય વાંચવું જોઈએ)
90. મોલિયેર (Moliere) (બધું જ સાહિત્ય વાંચવું જોઈએ)
91. The Green Overcoat: Hilaire Belloc
92. ટી. એસ. એલિયટની કવિતાઓ
93. Goodbye, Mr.Chips: James Hilton
94. Between Tears and Laughter: Lin Yutang
95. The Memoirs of Jacques Casanova: Giacomo Casanova
96. Sexual Life in Ancient Rome: Otto Kiefer
97. The Modern Movement: Cyril Connolly
98. વાર્તાઓ ઓ. હેન્રી
99. Adventures in the Skin Trade: Dylan Thomas
100. The Discourses : Epictetus
આ સૂચિ વિશે મતભેદ, દ્રષ્ટિભેદ, રુચિભેદ, પ્રકૃતિભેદ આદિ સેંકડો પ્રકારના ભેદો રહેશે. આ સિવાય પણ અનેક સુવાચ્ય અને પ્રથમકક્ષ પુસ્તકો જગતમાં પ્રતિવર્ષ પ્રકટ થતાં રહે છે. આ સૂચિમાં ક્લાસિકનો થોડો આગ્રહ પણ દેખાશે. કદાચ નવલકથાઓ વધારે દેખાશે. પણ વાંચવું જરૂરી છે. અને વાંચીને પોતાનાં મનપસંદ એકસો પુસ્તકોની સૂચિ બનાવવાની મજા જુદી છે!
દરમિયાન શુભેચ્છાઓ અને ગુડ રીડિંગ!
સપ્રેમ,
ચંદ્રકાન્ત બક્ષી
(સમકાલીન: જૂન 15, 1989)
(પુસ્તક: સંસ્કાર)
હરમાન હેસનું પુસ્તક " સિદ્ધાર્થ " વાંચેલ છે અને મારા અતિપ્રિય પુસ્તકોમાં તે ક્યારનું સ્થાન જમાવીને બેઠું છે 2} દુખિયારા પણ છે , પણ હજી વંચાયું નથી 3} એડવેન્ચર ઓફ શેરલોક હોમ્સ પણ રમણલાલ સોની દાદાના અનુવાદમાં વંચાયું છે 4} 20000 લીગ [ અનુવાદ ] 5} અને અન્ય કેટલાય પુસ્તકો પરથી બનેલ ફિલ્મો જોવાયેલ છે . . . . આ અદભુત સૂચી વહેંચવા બદલ આભાર , નેહલભાઈ .
ReplyDelete