1991ની થોડી નવી અવ્યાખ્યાઓ:
બહુમતી: જે હંમેશ ખોટી હોય છે, માટે દર પાંચ વર્ષે એની પરીક્ષા લેવી પડે છે કે એ સાચી છે કે ખોટી.
પ્રાણીબાગ: જ્યાં શિકારી પશુઓ નિરાંતે અને શિકાર કર્યા વિના માણસને જોઈ શકે એ જગ્યા.
રમૂજ: જે પત્નીમાં હોય તો લગ્નજીવન તોડી નાંખે છે અને પતિમાં હોય તો લગ્નજીવન ટકાવી રાખે છે.
દેશાભિમાન: એક એવો ભ્રમ કે તમારો દેશ બીજા કરતાં ઉચ્ચતર છે, કારણ કે તમે એમાં જન્મ્યા છો. (બર્નાર્ડ શો)
જીવનનો સૌથી અઘરો સબક: મૂર્ખાઓ પણ ક્યારેક સાચા હોય છે. (ચર્ચિલ)
પવન: મીણબત્તીને હોલવી નાંખે છે પણ આગને ફેલાવે છે. (લા રોશેફોકલ્ડ)
કૉલેજ: એવું સ્થાન જ્યાં પથરા પૉલિશ થાય છે અને હીરા ઝાંખા પડી જાય છે. (ઈન્ગરસોલ)
પ્રથમ ચુંબન: સ્ત્રીને માટે આરંભનો અંત અને પુરુષને માટે અંતનો આરંભ.
સિગરેટ: દિમાગનું ખાતર.
ઘર: એ સ્થાન જ્યાં તમે બીજાને કંઈક કરતાં રોકી શકો પણ તમે સ્વયં એ કરી શકો.
સમાજવાદ: બે કાંકરે એક પક્ષી મારવાની ફિલસૂફી
ગાળો: શબ્દકોશમાં ન હોય એવા શબ્દો.
અર્થશાસ્ત્રી: એ માણસ જે "સહેલો રસ્તો" કે "સરળ માર્ગ" જેવા શબ્દો લખતો નથી. આવા શબ્દોને બદલે એ "સૉફ્ટ ઑપ્શન" શબ્દો વાપરે છે.
સોક્રેટીસ: ગ્રીસના એથેન્સમાં સોફ્રોનીસ્કસ નામના એક પત્થરો કાપનાર અને એક દાયણનો છોકરો. એણે જિંદગીમાં કંઈ જ લખ્યું ન હતું.
ઈશ્વર: સર્જનહાર જેણે માણસજાતનો સ્વભાવ સમજીને જ પૃથ્વીના જુદા જુદા રૂપરંગવાળા માણસને જીભ ગુલાબી, દાંત સફેદ અને લોહી લાલ જ આપ્યાં છે.
જનરેશન ગેપ: પિતા પુત્રને કહે છે..."આખી જિંદગી મેં તને ડૉક્ટર બનાવવા માટે પૈસા ખર્ચ્યા અને હવે ડૉક્ટર બનીને તું મને એક જ વાત કહ્યા કરે છે કે સિગરેટ નહીં પીઓ, શરાબ નહીં પીઓ, ખાંડ નહીં ખાઓ, મીઠું નહીં ખાઓ..."
એડહૉક: દરેક રાજકીય પક્ષમાં આ એક જ હોદ્દો સ્થાયી હોય છે, બાકી બધા જ હોદ્દાઓ બદલાતા રહે છે.
પોસ્ટ મોર્ટેમ: ટપાલ ખાતામાં ગો-સ્લો બંધ થઈ ગયા પછીના દિવસની સ્થિતિને પોસ્ટ મોર્ટેમ કહેવાય છે.
વકીલ: વકીલ એટલે એ માણસ જે તમને તમારે એને આપવાના પૈસા મેળવવામાં મદદ કરે છે. (ઓસ્કાર લેવેન્ટ)
પૈસાદાર: જે માણસ પોતાનું સ્કૂટર ચલાવવા માટે ડ્રાઈવર રાખી શકે છે.
કલિયુગ: મૂછો ફૂટી નથી અને વાળ ધોળા થઈ રહ્યા છે એ કાલ.
આલ્કોહૉલ (દારૂ): અગ્નિપાણી.
પૈસા: એ પદાર્થ જેની ગરીબ કરતાં પૈસાદારને હંમેશા વધારે જરૂર રહે છે.
લવમેરેજ: લગ્નને બહુ ગંભીરતાથી લેવાનો આશ્ચર્યકારક અંજામ.
હોંશિયાર: જે બીજા દરેકને પોતાના જેટલો જ મૂર્ખ સમજે છે.
સ્ત્રી: જેને અન્ય સ્ત્રીના શરીર કરતાં એના ઝવેરાતમાં વિશેષ રસ છે.
દાઢી: કેટલાક કલાકારોને મતે બહાદુરીની નિશાની. એ બકરાને હોય છે સિંહને નથી હોતી.
સામાન્ય નાગરિક: જે કાળી મજૂરી કરીને સફેદ નાણું કમાય છે. જીવનમાં એ આટલા જ કાળાંધોળાં કરી શકે છે.
ડાહ્યો અને દોઢડાહ્યો: આ બે વિશેષણો છે. જે માણસ પાણીનો ગ્લાસ પીતા પહેલાં ઉપરથી જોઈ લે છે કે પાણીમાં કચરો છે કે નહીં એ ડાહ્યો છે. જે ભરેલા ગ્લાસને ઊંચો કરીને નીચેથી કચરો જોઈ લે છે એ દોઢડાહ્યો છે.
સ્મિત: દાળ અને રોટીની વચ્ચે પહેરવામાં આવતો ક્રોસ.
ગણતરીબાજ: એ પુરૂષ જે માને છે કે દરેક પુરૂષના જીવનમાં કુલ 2 1/2 સ્ત્રીઓ આવવી જોઈએ.
ફર્જ: એ ગુણ જેનું બીજાઓને કોઈ જ ભાન નથી.
સ્વાર્થ: દુનિયા સ્વાર્થી છે એનું સૌથી મોટું પ્રમાણ એ છે કે દરેકને પોતાના વ્યક્તિગત દુ:ખમાં જ રસ છે.
આબાલવૃદ્ધ: જેને પોતાની ભૂલ પર હસવું આવે છે એ બાલ છે, જેને પોતાની ભૂલ પર ગુસ્સો આવે છે એ વૃદ્ધ છે.
તાવ: માણસ જન્મે ત્યારે અને મરે ત્યારે એ એના શરીરમાં હોય છે.
ગુણ અને અવગુણ: ગુણ શીખવવા પડે છે, અવગુણ વિદ્યાર્થી સ્વયં શીખી લે છે.
પરીકથા: જૂની પરીકથાઓમાંથી પત્થરોમાંથી રાજકુમારો પ્રકટ થતા હતા. આજની પરીકથાઓમાં રાજકુમારો પાછા પત્થર બની ગયા છે.
એપેન્ડીક્સ: શરીરનો એ ભાગ જે મનુષ્યના શરીરમાં નકામો છે પણ સસલાના શરીરમાં કામનો છે.
રૂદન: સ્ત્રીનું માનસિક ઓરગેઝમ.
હેડકી: ગળામાં થયેલું એર-પોકેટ.
પેન્ટ: સૃષ્ટિના સર્જન પહેલાં ઈશ્વરે પુરૂષને પહેરવા માટે નક્કી કરેલો પોષાક. ભગવાને પેન્ટનો વિચાર કરીને કમર નાની અને નિતંબ મોટા બનાવ્યા કે જેથી પેન્ટ ઊતરી ન જાય.
દુશ્મન: જે પસંદ કરવાનો અધિકાર માણસ ક્યારેય બીજાને આપતો નથી.
નૈતિક બળ: પોતાને મજા કરતાં રોકે અને બીજાને મજા કરવા દે નહીં એ બળ.
ખામોશી: બેવકૂફને અપાતો જવાબ.
મુદ્દલ કરતાં વ્યાજ વહાલું: આ એક જૂની ગુજરાતી કહેવત છે. હવે આ કહેવતને આધુનિક કરવામાં આવી છે... પગાર કરતાં લાંચ વહાલી...
ચિત્રકલા: વિચાર કર્યા વિના લખવું, અને પછી લખેલાના ઉપર લખતા જવું.
મોતીના દાણા જેવા અક્ષરો: મહાન લેખકોનું લાંછન.
ટૉસ્ટ: શરાબ પીવાની એક વિધિ. કોઈની સ્વસ્થતા માટે ટૉસ્ટ પીવાનો રિવાજ છે. ટૉસ્ટ એટલે શરાબનો ભરેલો ગ્લાસ સામા માણસ તરફ લઈ જઈને પછી આપણે એને આપ્યા વિના જ પાછો ખેંચી પીવાનો. આ સભ્ય પશ્ચિમ સંસ્કાર છે.
સાપેક્ષવાદ: એક સ્ત્રી દિવસનાં અંદાજે 20,000 શબ્દો બોલે છે પણ એના પતિને લાગે છે કે એ 50,000 શબ્દો બોલે છે, જ્યારે એ સ્ત્રીને સ્વયં લાગે છે કે એ માત્ર 5000 શબ્દો બોલી છે. સાપેક્ષવાદના વૈજ્ઞાનિક સિદ્ધાંતનો ડૉ. આલ્બર્ટ આઈનસ્ટાઈને આવિષ્કાર કર્યો હતો. એ બે વાર પરણ્યા હતા.
એક્સીક્યુટિવ: એવો માણસ જેને ઑફિસમાં પોતાનું ખાનગી ટોઈલેટ અને જેની ગાડીને પોતાની જાહેર પાર્કિંગ જગ્યા હોય છે.
તાગડધિન્ના: તબલાનો એક તાલ. રાગ દરબારી ગવાતો હોય ત્યારે સાથે સંગીતમાં તાગડધિન્નાનો તાલ અપાય છે.
ઉથલપાથલ: એક હૂણ રાજા જે ચોથી સદીમાં હિંદુસ્તાન પર આક્રમણ લાવ્યો હતો. એને ઉત્તર ગુજરાતના માંડવાળ નામના રાજાએ પાછો કાઢ્યો હતો.
તમાચો: આ એક પોર્ટુગીઝ શબ્દ છે. પત્નીના કાકાને તમાચો કહે છે.
નિર્દોષ: જેને મુમતાઝ અને શાહજહાંની કબરો જોઈને સેક્સના વિચારો આવતા નથી. પણ તાજમહલનો ઘુમ્મટ જોઈને સેક્સના વિચારો આવી જાય છે.
સેક્યુલર: એક આઈસ્ક્રીમનું નામ છે જે જુદીજુદી 31 ફ્લેવરમાં મળે છે.
પેપ્સી: જગસી નેણસી, પેપ્સી અમરસી અને તેરસી રતનસી એ ત્રણ કચ્છી પાર્ટનરોએ ઠંડા પીણાં વેચવાનું કામ શરૂ કર્યું હતું. પછી એમણે કોલ્ડડ્રીંકની કંપની કાઢી અને એમનાં પીણાને ટ્રેડનેમ આપ્યું: પેપ્સી. એ પીણું આજે જગતભરમાં મશહૂર થઈ ગયું છે.
એક્યુપંક્ચર: ડૉક્ટર તમારા શરીરમાં સોય ઘોંચતો જાય અને તમને સારું લાગતું જાય એવી એક ચીની રમત.
કોલગેટ: મુંબઈના ચર્ચગેટ સ્ટેશનની પાછળ કોલગેટ હતું. એ દરવાજાની અંદર કોલસાનું વિરાટ ગોડાઉન હતું. ચર્ચગેટથી ઉપડતી ટ્રેનોને કોલગેટમાંથી કોલસો પૂરો પાડવામાં આવતો હતો.
ટૂંકી વાર્તા: સાહિત્યનો એક પ્રકાર જેનો જૂના જમાનામાં છાપાંઓના પાનાં ભરવામાં ઉપયોગ થતો હતો. આજકાલ જાહેરખબરો વધી જવાથી છાપાઓ ટૂંકી વાર્તા છાપતાં નથી.
કિસીંગ: ઉત્તર ચીનના એક નગરનું નામ. એની પાસે જ વીકીંગ, લવિંગ, બીજીંગ, કિકીંગ વગેરે નગરો આવેલા છે.
વેટ સીક્સ્ટી નાઈન (VAT 69): નામદાર પોપનો ટેલિફોન નંબર.
(ગુજરાત સમાચાર: જાન્યુઆરી 24, 1991)
(પુસ્તક: પરાક્રમ)

No comments:
Post a Comment